શામળદાસ આર્ટસ કોલેજ
રાષ્ટ્રીય પરિસંવાદ
તાઃ ૩૦ જાન્યુઆરી
૨૦૧૫

આધુનિકોતર ગુજરાતી ટૂંકીવાર્તા
વિષયઃ માનવીનું માનવ માટેનું સાયુજ્ય
રજૂકર્તા
-ચિંતવન એન. ભુંગાણી
-મિલન જે. ચુડાસમા
શામળદાસ આર્ટસ કોલેજ (અંગ્રેજી વિભાગ)
ક્લાસઃ ટી.વાય.બી.એ.
“માનવીનું માનવ માટેનું સાયુજ્ય”
રજૂકર્તા – ચિંતવન એન. ભુંગાણી
-મિલન જે. ચુડાસમા
“માય ડિયર જયુ” ના પહેલા વાર્તા
સંગ્રહ ‘જીવ‘ સર્વત્ર આવકાર મળ્યો તેથી વાર્તા લખવામાં જીવ વળગી રહ્યો. પણ જે લખાય છે તે બધી વાર્તા
નથી બની આવતી ત્યારે જીવ કણસે પણ છે. માય ડિયર જયુનું પુરું નામ જંયતિલાલ રતિલાલ
ગોહેલ તેઓનો જન્મ ૨૭ મે ૧૯૪૦માં ટાણા ગામે થયો. તેઓએ ૧૯૬૩માં ભાવનગરની શામળદાસ
આર્ટસ કોલેજમાં બી.એ અને ૧૯૬૫માં એમ.એ નો અભ્યાસ પૂર્ણ કરી ગુજરાતી ભાષાના અધ્યાપક
તરીકે તેમની જ કોલેજમાં અધ્યાપક તરીકે જોડાયા.
તેઓએ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે
મહત્વનું યોગદાન આપેલ છે અને આ ક્ષેત્રે પોતાનું યોગદાન આપતા રહેશે. તેમનો શોખ
નાટક અને ચિત્ર છે. તેમની મુખ્યત્વે ચાર રચનાઓ છે. જેમાં મરણટીપ, ઝુરાપાકાળ,
કમળપૂજા અને ‘જીવ‘ ગુજરાતી સાહિત્ય માટે ખૂબજ મહત્વપૂર્ણ સાબિત થયેલ છે. તેમના
મુખ્યત્વે ત્રણ વાર્તાસંગ્રહો મળી આવે છે. જેમાં પ્રથમ જીવ, સંજીવની અને મને ટાણા
લઇ જાવ ? અહિં
તેમનો બિજો વાર્તાસંગ્રહ “સંજીવની”નું નિરૂપણ રજુ કરૂ
છુ ...... જીવ વાર્તા સંગ્રહને દિલ્હી કથા એવોર્ડ ૧૯૯૯ અને ગુજરાત સાહિત્ય
અકાદમીનું પ્રથમ પારિતોષિક ૨૦૦૦ ની સાલમાં મળેલ છે.
માનવ વિશે તો ઘણું જ
લખાયેલું છે. માણસ શા માટે અન્ય જીવો કરતા અલગ છે ? શા માટે તે ભગવાને બનાવેલી
અનમોલ અપ્રિતમ કહોમત છે ? તો અહિં પણ આપણા લેખક “માય ડિયર જયુ” સંજીવની વાર્તા સંગ્રહ દ્વારા માનવીના ભૂતકાળ, વર્તમાન અને
ભવિષ્યમાં શું ફેરફારો થયા અને માનવી શા માટે માનવીને માટે ઝંખતો હોય છે. કારણ કે
ફુલને પણ શ્વાસ અને જીવન જીવવા માટે સૂરજનો તડકો અને ભમરાઓની જરૂર હોય છે. તેમ જ
મનુષ્યને પણ જીવનની આ સફરમાં સફળ થવા માટે મનુષ્યની જરૂર રહી છે.
અહીં પ્રસ્તુત વાર્તા ‘સંજીવની‘ એ એક ગ્રામ્યજીવનની વાર્તા છે. સામાન્ય મનુષ્ય
અને તેનું જીવન કેમ, કેવી રીતે અને કોની જોડે
પસાર કરવું તે તેનું મહત્વનું પાસું રહ્યું છે.
વાર્તાકાર “માય ડિયર જયુ” એ વાર્તાની શરૂઆત, અંતના આગળના ભાગથી શરૂ કરી છે. જે વાચકને શરૂઆતથી જ જકડી
રાખવા માટે પૂરતું છે. વાચકને શરૂઆતમાં વાર્તાના પાત્રના નામની જાણ થતી નથી પણ તેના સંવાદો ઉપરથી આપણને
વાર્તાના નાયકની જાણ થાય છે. જેનું નામ રૂખડ એવી રીતે લીધું છે કે વાર્તાના
વાતાવરણમાં તે બંધ બેસી જાય છે. વાર્તાની શરૂઆતમાં જ ગ્રામ્યજીવનના અને સામાન્ય
માણસ વિશે વાર્તાકારે રજૂ કરેલ દ્રશ્ય વાચકના હદયમાં ઉતરી આવે છે. રૂખડ અને તેની પત્ની
ગંગા એ બંને ગામમાંથી ધંધો કરી કમાવા માટે શહેરમાં આવે છે. પણ શહેરમાં તેઓને કોઇ
ખાસ કામ મળતું નથી. રૂખડનું ઝૂંપડું શહેરના કારખાનાની નજીક હોય છે. તેથી તે
કારખાનામાંથી ઠલવાતા કચરા અને તેમાંથી મળતું બધુ પ્લાસ્ટીક ભેગુ કરીને તેમાંથી
પૈસા મેળવે છે. અહિં આ દ્રશ્ય પણ હદયને સ્પર્શ કરે છે તેવું છે કે એક સામાન્ય માણસ તેનું ઘર, ગુજરાન, સ્ત્રી,
છોકરાનું ભરણ પોષણ કરવામાં આખી જીદંગી કાઢી નાખે છે, પણ અંતે તો તે ગરીબ જ રહે છે.
આ આપણા સમાજનો ભૂતકાળ અને વર્તમાનનો પ્રશ્ન છે કે ગરીબ વધારે ગરીબ અને અમીર વધારે
અમીર બને છે. પણ અમીર માણસ હોય કે ગરીબ તે માણસને માટે જીવે છે.
રૂખડને તેની પત્નિ ગંગા કહે છે, ‘ચાલો પાછા ગામડે જતા રહીએ પણ રૂખડને વાલીની
યાદ આવી જાય છે‘ આ વાલી કોણ ? એ ક્યાંથી આવી ? તો આગળ જણાવ્યા પ્રમાણે વાર્તાકારે
વાર્તાને વાર્તા અંતના આગળના ભાગથી શરૂ કરી છે. તેથી વાર્તાને હવે ફ્લેશબેકમાં
જઇને જોવાની ફરજ વાર્તાકાર પાડે છે. એક દિવસ રાત્રે ગોકીરો થઈ ઉઠ્યો. ગંગા અને
રૂખડ સફાળા જાગી ઉઠ્યા બહાર આવીને જોયું તો આખી ઝુપડપટ્ટી પર આગના ભડકા ! અને
રાક્ષસ જેવા બુલડોઝર ફરતા દેખાયા અને એકાદ કલાકમાં રૂખડની અને ગંગાની સામે જ આખી
ઝૂંપડપટ્ટીને બુલડોઝર ઢસડીને આગ સોતુ સંધુ ઝાંખરીના એ ઉંડા ખાડામાં નાખી દે છે. આ
દ્રશ્યનું વર્ણન વાંચતા જ આપણા રૂંવાડાં ઊભા થઇ જાય છે. આ પરિસ્થિતીમાં ત્યાં
રહેલા લોકોનું શું ? એ ગરીબ લોકો તો હવે પળભરમાં ઘર-બાર વગરના રઝળતા થઇ ગયાં.
પણ રૂખડની ઝૂંપડી તેમની તેમ જ હતી. એને કોઇએ પુછ્યું પણ નહીં ઝૂંપડપટ્ટીમાંથી
નાઠેલા માણસોમાંથી કોઇ દેખાયું નહીં. પણ,
ત્રીજા દિવસે બપોરે કોઇની રોકકળ સાંભળતા રૂખડે જોયુ તો ઝુંપડાના કાળા ભાઠા પર એક
બાઇ રઘવાઇ રઘવાઇ ઘુમરીયા લે, એ બાઇનું નામ વાલી હતું. અહીં દર્શાવ્યા પ્રમાણે તે
વાલીના પતિ અને બાળકનું મુત્યુ થતા તે પાગલ જેવી બની ગઇ હતી જેનું દ્રશ્ય જોતા જ
કોઇ પણ મનુષ્યનું હદય બરફની માફક પીગળી જાય છે.
ધીમા પગલે રૂખડ તેની ઝૂંપડી તરફ પાછો વળે છે. એક સામાન્ય માણસને જેવા વિચાર આવે તેમ રૂખડને પણ મગજમાં અનેક
પ્રશ્નો ઉદભવે છે કે આગમાં એનો ગગો અને ધણી બળી મુઆ હશે ? કે શું થયુ હશે ? કેમ
ખબર પડે ? વાલી ફરીવાર આવે તો કંઇક ખબર પડે તેવા વિચારોથી ઘેરાયેલો રૂખડ તેની ઝૂંપડીએ
આવીને મૂંગો મૂંગો બેસીને રડ્યો. વાલીની રાહમાં ને રાહમાં આખો દિવસ પસાર થઇ જાય છે
અને અંતે કોઇ આવ્યુ નહીં અને ત્યારે જ
અચાનક બાંડીયા હનુમાનવાળા બાવાજી ત્યાંથી પસાર થાય છે અને તેની નજર રૂખડ પર પડે
છે. તેને મળતા બાવાજી કહે છે કેમ આમ સુનમુન બેઠા છો ? ત્યારે રૂખડે કહ્યુ ‘હવે
આંયા ગમે એવુ નથી રિયું‘
‘ ત્યારે બોલ્યો, મનુષ્યની સંજીવની મનુષ્ય, ભાઇ ! એ વગર માણસજાત જીવી ન શકે.‘
પછી વાલીને મળવા રૂખડ રોજ તેને શોધવા અલગ-અલગ વિસ્તારોમાં જતો. આમને આમ હવે
નવરાત્રીનાં દિવસો આવી ગયાં અને રૂખડ તેની પત્ની ગંગા અને તેનાં વહાલસોયા પુત્રને
નવરાત્રીનાં દિવસોમાં શહેરમાં મેળા-મેળાવડામાં ઘુમાવે. તે દિવસે અચાનક રાત્રે
ઝૂંપડી તરફ આવતા તેની પત્નીને ઝાડ નીચે કોઇ માણસ પડ્યુ હોય તેમ લાગ્યુ. તેને તરતજ
પ્રશ્ન થયો કે અટાણે કોણ હશે ? આમ ગંગાથી બોલાઇ ગયું. એ વખતે રૂખડનાં મનમાં વિચાર
ઝબક્યો એ કદાચ વાલી તો નહિ હોય ને ! અને પછી તેને ફરીવાર તેજ ઝાડ નીચે તેને વાલી
મળે છે. ઠંડીથી ઠિઠુરતી બોલબોલ કરતી જાય.
રૂખડે તેની ધ્રુજારી રોકવા ઠંડી સામે તેના શરીરની હુંફ આપી અને ત્યાંથી ચાલ્યો ગયો.
સવારે આવીને જોયુ તો ત્યાં વાલી ન હતી. તે ક્યાં ગઇ હશે ? કેમ હશે ? એવા સવાલો
રૂખડના મનમાં ઉઠ્યા. આમને આમ એક વર્ષ પસાર થઇ ગયું.
એક દિવસ પેલો બાવો રૂખડને ફરી વાર મળ્યો અને રૂખડ ચમક્યો. બાવો બોલી ઉઠ્યો ‘કોની
વાલીની ?‘
તો બાવાએ જણાવ્યુ, ‘હમણા મેં તેમને મિશનરીઓના દવાખાનામાં જોઇ, સાવ સાજીસારી. હાથમાં બાળક તેડીને દવાખાનાની
લોબીમાં આટાં મારતી....‘
તો અંહિ વાર્તાકારે વાલી માટે તેના બાળકને સંજીવની સ્વરૂપે દર્શાવીને તેના
માટે મોકલેલ છે તેવુ તે ‘સંજીવની‘ વાર્તા થકી આપણને જણાવવામાં આવે છે.
સંજીવની વાર્તાની શરૂઆત વાર્તાકાર એક શહેરી જીવનથી કરે છે. શહેરની એક બાજુ
ઉંચી-ઉંચી દિવાલો અને ઝૂંપડપટ્ટીનો વિસ્તાર હતો. એવી જ એક ઝૂંપડપટ્ટીમાં વાર્તાનો
નાયક અને નાયિકા ત્યાં વસવાટ કરતા હતા. શરૂઆતમાં નવી જગ્યાએ રહેવા આવ્યા ત્યારે
થોડી અડચણો થયેલી પરંતું પછી અહિંનું વાતાવરણ તેને માફક આવી ગયું હતું. આમ દિવસો
પસાર થવા લાગ્યા અને આપણા નાયકને કારખાનામાં આખો દિવસ કામ કરવું ગમતુ ન હોવાથી તેઓ
સવારે વહેલા ઉઠીને શહેરમાં પડેલી પ્લાસ્ટીકની કોથળીઓ એકઠી કરતા અને તેને
કારખાનામાં વેચી આવતા. આમ રૂખડ અને તેના પરીવારનું ભરણપોષણ થતું.
આમ, વાર્તાકારે વાર્તાની શરૂઆત વાર્તાના અંતભાગથી કરી છે અને પછી વાર્તા આગળ
વધતા આપણને બે વર્ષ પહેલા શું ઘટના બની હતી તેનું પુનઃવર્ણન કરી વાર્તાકાર આપણને
જણાવે છે. આમ , વાર્તા રજૂ કરવાની વાર્તાકારની આધુનિક અને રસપ્રદ શૈલીના આપણને
દર્શન થાય છે.
વાર્તાની શરૂઆતમાં વાર્તાકાર આપણને એવી રીતે જકડી રાખે છે કે આગળ વાર્તા શું
વળાંક લેશે ? શું સ્થિતી હશે ? તેનો કોઇ અંદાજ લગાવી શકવા આપણે સક્ષમ નથી રહેતા.
અહિં મધ્ય વાર્તાના ભાગમાં રૂખડની વાલી પ્રત્યે ઉભી થયેલી ચિંતા અને તેની
પ્રત્યેની દયાભાવના હદયને સ્પર્શી જાય છે. વાર્તામાં વાલી બે વર્ષ સુધી દેખાતી નથી
ત્યારે આપણ ને સહજ ચિંતા ઉભી થાય કે
વાલીનું શું થશે ? આમ વાર્તાકારે વાર્તાના મધ્યભાગમાં વિષયવસ્તુનું સુંદર
નિરૂપણ કરીને આપણને વાર્તા આગળ વાંચવા
માટે પ્રેરે છે.
રૂખડ ને પોતાના અસ્તિત્વને નવો આયામ આપતો અહીં જોઇ શકાય છે. તેનામાં વાલી
પ્રત્યેનો દયાભાવ એક વિલક્ષણ સ્વરૂપે પોતાનામાં ઘટતો જાય. છે. શહેરી વાતાવરણમાં
અટવાતા ગ્રામ્ય પરિવેશના માણસની ઝંખના અને કંઇક વિશેષ મેળવવાની ઇચ્છા રૂખડને વાલી
તરફ આકર્ષે છે. આ ઇચ્છામાં તેના મનની દશા ન સમજી શકાય તેવુ તે વર્તન કરે છે. એક
તરફ રતનો , એક તરફ ગંગા અને એક તરફ વાલી. આ ત્રણની વચ્ચે મનોવ્યવહારથી અટવાયેલો
રૂખડ આ વાર્તાના અંતને નવી દિશા અર્પે છે. જ્યાંથી આવવું ત્યાંજ પાછુ જવાનુ આ
નિર્દેશ કૃતિના અંત ભાગમાં સંકેત સ્વરૂપે મળે છે એ તેનુ ફરી ગ્રામ્યપરિવેશનું
આકર્ષણ પણ ગણી શકાય.
ધૃમકેતુની ‘ગોવિંદનું ખેતર‘, રા.વિ.પાઠકની ‘ખેમી‘, વાર્તાનું નવું પરિમાણ આ
વાર્તામાં પ્રગટ થાય છે જે સર્જકનું વિશેષ અને આધુનકિયુગનું નવુ આવર્તન દર્શાવે
છે.
ગ્રામ્યજીવનના તળને અને તળભાષાને શહેરી જીવનના પરિવેશમાં ઉભુ કરવાનું કઠિન
કાર્ય સર્જકે કર્યુ છે. વર્તમાન સમયની પરિસ્થિતીને આવા પાત્રો વડે દર્શાવવા તે
હિંમત ભરેલુ અને સાહસનું કામ છે. શહેરી જીવનના આકર્ષણમાં જીવતા ગ્રામલોકોના માનસને
ઘેરી વળતી વિચારધારાને સરળ શબ્દોમાં અહીં અભિવ્યક્ત કરી છે. બહારથી ભભકાદાર દેખાતા
શહેરનાં આંતરિક સ્વરૂપને લોકો વાસ્તવિકતામાં માણે છે, ત્યારે જ એના ખરા સ્વરૂપને
ઉજાગર કરવાનું કપરૂ કાર્ય આ વાર્તામાં છે.
સંદર્ભઃ ‘સંજીવની‘ ટૃંકી વાર્તા સંગ્રહ
પ્રથમ આવૃતિઃ ૨૦૦૫
પ્રતઃ ૫૦૦
કિમત રુ. ૯૫/-
પ્રકાશકઃ બાબુભાઇ હાલચંદ શાહ,
પાર્શ્વ પબ્લિકેશન, નિશા પોળ
ઝવેરીવાડ, રિલીફરોડ, અમદાવાદ
Comments
Post a Comment