Skip to main content

Posts

Showing posts from January, 2016

Analysis of Gujrati poem by Krushan dave with Theory of The Figurative Language: I.A. Richards

એક ચકી ને ચકો મુંઝાઈ ગયા છે . ચોખા ને મગના બે દાણા હતા ને ? હવે ચાંચમાંથી એ પણ છીનવાઈ ગયા છે . કોમ્પ્યુટર , મોબાઈલ , ટીવી , છે સોંઘા પણ એની રંધાય નહીં ખીચડી ચકી ને ચકાના જીવન પર ત્રાટકી છે મોંઘવારી નામે એક વીજળી , ફાઈવસ્ટાર મોલના ફાલેલા જંગલમાં નાનકડા સપના ખોવાઈ ગયા છે , એક ચકી ને ચકો મુંઝાઈ ગયા છે . મીનરલ વૉટરથી તો સસ્તા છે આંસૂ , ને મીઠી પણ લાગશે રસોઈ , ખાંડ માટે ટળવળતી કીડીની પાસે જઈ આટલું તો સમજાવો કોઈ , લાગે છે શેરડીના આખ્ખાયે વાઢને લુચ્ચા શિયાળીયા ખાઈ ગયા છે . એક ચકી ને ચકો મુંઝાઈ ગયા છે . ચકી ને ચકો ક્યે જુઓ સાહેબ હવે બોલાતું કેમ નથી , ચીં ચીં ?        એવું તે શું છે આ કંઠમાં તે લાગે છે મારે છે ડંખ જેમ વીંછી , એક્સરેમાં જોઈ અને ડૉક્ટર બોલ્યા કે ઘણા ડૂમા ગળામાં અટવાઈ ગયા છે . એક ચકી ને ચકો મુંઝાઈ ગયા છે . – કૃષ્ણ દવે This is poem about human beings how to  survive   in this real world of pa...